રૂ. 19550ની રોકડ રકમ સ્થળ પરથી કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં બે સ્થળે જુગાર રમતા 9 શખ્સને પોલીસે ઝડપી લઈ રૂ. 19550ની રોકડ રકમ કબ્જે લઈ જુગારધારા હેઠળ ઝડપાયેલા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
મળતી વિગત મુજવ જામનગરમાં જેલ રોડ પર જાહેરમાં જુગાર રમતા મનજી પ્રેમજી કટારમલ, નાનજી પરષોત્તમ ભદ્રા, મથુરદાસ મંગલદાસ માવ, પ્રફુલ્લ જગજીવન નંદા, પરેશ શાંતીલાલ ગુસાણી, ભરતસિંહ ભીમસિંહ જાડેજા નામના છ શખ્સને એલસીબીએ ઝડપી લઈ રૂ. 15250ની રોકડ રકમ કબ્જે કરી સીટી એ પોલીસને સોંપી દીધા હતા.
આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ, ભરતભાઈ, નાનજીભાઈ, શરદભાઈ, દિલીપભાઈ, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ, ખીમભાઈ, હિરેનભાઈ, લાભુભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ભાઈ, સંજયસિંહ, મિતેશભાઈ, અજયસિંહ, બળવંતસિંહ, સુરેશભાઈ, લખમણભાઈ, ભારતીબેન, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.                    
જયારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરી વાળી ગલીમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા કરણભાઈ વેલજીભાઈ વાઘેલા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા અને વલ્લભભાઈ ટપુભાઈ વાઘેલા નામના ત્રણ શખ્સને સીટી સી પોલીસે ઝડપી લઈ રૂ. 4300ની રોકડ રકમ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.