• ભાણવડ વન વિભાગની ટીમ અને નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ભાણવડ તાલુકો એટલે પ્રકૃતિથી ભરપુર વિસ્તાર બરડાની ગોદમાં ટહેલતા વન્ય પ્રાણીઓ,કલરવ કરતા પક્ષીઓ, જળ અને જળચરોથી હર્યો - ભર્યો આ વિસ્તાર છે. અહી ભાણવડના ગ્રામીણ વિસ્તારમાં માનવીય વસાહત વિસ્તારમાં અવાર-નવાર અજગર,વન્ય પ્રાણીઓ ચડી આવતા હોય છે.

ભાણવડના ચોખંડા ગામે વાડી વિસ્તારમાં તા.૨૯/૦૨ના રોજ રાત્રીના સમયે અજગર દેખાતા ગામના સરપંચ અને ગ્રામજનોએ સામાજીક વનીકરણ વિભાગ ભાણવડ રેન્જની ટીમને જાણ કરતા. વન વિભાગ ટીમના કે.બી.પાટડીયા,એસ.આર.વકાતર,સુખદેવસિંહ જાડેજા તથા નેચર કલબના ભાવેશભાઈ બોરખતરીયાએ મળીને રેસ્ક્યુ કરીને ૯ ફૂટથી વધારે લંબાઈના અજગરને પકડીને પ્રકૃતિને ખોળે છોડી મુકવામાં આવ્યો હતો.