તલવાર-લાકડી વડે તૂટી પડ્યા: ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પિતા-પુત્રને તેના ભાઈ પર સામાન્ય બાબતે બોલાચાલી કરી પાડોશમાં રહેતા મહિલા સહિતના ચાર શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો કરી નાની-મોટી ઇજા પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવતાં સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ સાયોના શેરી ખાતે રહેતા કેશુભાઈ કારાભાઇ ગોહિલ (ઉ.વ.43) અને તેઓના પરિવારજનો પર ગીતાબેન ભગવાનજીભાઈ સુરેલા, ભાણજીભાઈ જેઠાભાઈ સુરેલા, મયુર ભાગવાનજીભાઈ સુરેલા નામના પરિવાજનોએ  તલવાર અને લાકડી વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે કેશુભાઈ કારાભાઈ ગોહિલ દ્વારા સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. 
પોલીસમાં ફરિયાદમાં જણાવાયા મુજબ કેશુભાઈના પુત્રએ ગીતાબેન સામે ખોખારો ખાધો હોય ત્યારબાદ બોલાચાલી થવા પામેલ અને ગાળા-ગાળી કરવામાં આવી હતી, ત્યારબાદ સમાધાન પણ કરી લીધેલ દરમ્યાન ફરી એક વખત આ શખ્સોએ ખાર રાખી માથાકૂટ કરી હોવાનું સામે આવ્યું હતું, આ બનાવ અંગે પીએસઆઈ વી.કે.કણજારીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.