જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં અકસ્માતે દાજી ગયેલાનું મૃત્યુ નિપજતા સીટી એ પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં સિધ્ધનાથ સોસાયટી ખાતે રહેતા અમીનાબેન સબીમશા નામના 75 વર્ષના વૃધ્ધા ગત તા. 18-3 ના રોજ પોતાના ઘરે અકસ્માતે દાજી જતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું છે, આ બનાવ અંગે બિલ્કીસ બેન દ્વારા સીટી એ ડિવિઝનમાં જાણ કરાતાં દરબારગઢ ચોકીના પીએસઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.