જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ એસઓજીને મળેલ બાતમીના આધારે શહેરમાં ગોકુલનગર રડાર રોડ પરથી વેપારી શખ્સ પ્રવીણ હમીર કરમુર ને રૂ. 30 હજારની પિસ્તોલ સાથે ઝડપી લઈ આર્મસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.  
આ કાર્યવાહી પી.આઈ. કે.એલ.ગાંધે, પી.એસ.આઈ. વી.કે.ગઢવી તથા સ્ટાફના મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હિતેશભાઈ એમ. ચાવડા, હિતેશભાઈ કે. ચાવડા, બશીરભાઈ મલેક, અનિરુધ્ધસિંહ ઝાલા, રાયદેભાઈ ગાગીયા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, રમેશભાઈ ચાવડા, સોયબભાઈ મકવા, દોલતસિંહ જાડેજા, રવીભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, દયારામ ત્રીવેદી અને સહદેવસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.