જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકાના શખ્સે એક વ્યક્તિને વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. 
મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતા આનંદ પ્રમોદભાઈ ભુંડીયા નામના યુવાને અહીં નાયા કુવા શેરી ખાતે રહેતા રક્ષિત જેઠાલાલ નામના યુવાનને ત્રણ વર્ષ પૂર્વે આઠ ટકાના દરથી રૂ. 2 લાખ વ્યાજે આપેલ દરમ્યાન રક્ષિતભાઈએ એક લાખનો કોરો ચેક આપેલ જેમાં રૂ. 4 લાખ 60 હજારની રકમ આરોપી આનંદે પોતાના હાથે ભરી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા દ્વારકા પોલીસે આનંદ ભુંડીયા સામે નાણાં ધીરધાર અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.