• કલ્યાણપુરના ગાંધવી ગામે તાલુકા પંચાયત ઉપપ્રમુખ મયુરગિરીની બ્લેકટ્રીપની લીઝ આવેલ છે.

  • લીઝમાં બ્લાસ્ટિંગ કરવાથી આજુબાજુના મકાનોમાં તિરાડ પડતી હોવાની રજૂઆતના પગલે તોડફોડ કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

જામનગર મોર્નિંગ - દ્વારકા : જામકલ્યાણપુર  તાલુકામાં ભાજપના દબંગ નેતાની ખુલ્લેઆમ દાદાગિરી સામે આવી છે ભાજપના કલ્યાણપુર તાલુકા પંચાયતના  ઉપ પ્રમુખ એવા મયુરગીરી કેશવગીરી રામદતી ઉપર ગરીબ પરિવારના ઘરમાં ધોળે દિવસે નશાની હાલતમાં તોડફોડ કરવાની ફરિયાદ થતા દ્વારકા જિલ્લામાં આ મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે.

જામકલ્યાણપુર તાલુકા પંચાયત હાલ ભાજપ શાસિત છે ત્યારે આ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે ભાજપના દબંગ મયુરગીરી કેશવગીરી રામદતી છે જેઓ હાલ પોતાની ગુંડાગર્દીના કારણે ચર્ચા નું કારણ બન્યા છે. હર્ષદ ગાંધવી ગામે  મયુરગીરી રામદતીએ ગાંધવી ગામે એક ગરીબ પરિવારના મકાનમાં ધોળા દિવસે તોડફોડ કરતા ગરીબ પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાની હકીકત એવી છે કે ગાંધવી ગામના છેવાડે એક ગરીબ પરિવાર રહે છે જેના થોડા આગળ એક કાળા પથ્થરની લિઝ આવેલી છે જ્યાં અવારનવાર બ્લાસ્ટીંગ થતું હોય આ ગરીબ પરિવારના મકાનમાં આ બ્લાસ્ટિંગના લીધે તિરાડો પડતા આ ગરીબ પરિવારે આ મામલે લિઝ માં બ્લાસ્ટિંગ કરતા લોકોને જણાવ્યું હતું પરંતુ બીજા દિવસે આ બાબતે દિવસે કુલ ચાર શખ્સો આ ગરીબ પરિવારના બંધ મકાનમાં ત્રાટકયા હતા આ ચાર શખ્સોમાં એક ભાજપના કલ્યાણપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પદ નિભાવતા મયુરગીરી કેશવગીરી રામદતી પણ હતા અને તેઓ અન્ય શખ્સો સાથે નશાની હાલતમાં આવી મકાનમાં તોડફોડ કરી હોવાનો તે સમયે હાજર પાડોશી મહિલાએ જણાવ્યું હતું નશાની હાલતમાં ધોળે દિવસે ઉત્પાત મચાવનાર આ ભાજપના દબંગ નેતાને જ્યારે પાડોશી મહિલાએ આવું તોડફોડ ના કરવા કહ્યું તો આ ભાજપના દબંગ નેતાએ આ પાડોશી મહિલાને ધમકી આપી હોવાનું પાડોશી મહિલાએ જણાવ્યું હતું.

ધોળા દિવસે નશાની હાલતમાં આવેલા આ ભાજપના નેતાએ કાળા પથ્થર ની લિઝ મામલે આ ગરીબ પરિવારના ઘરમાં તોડફોડ કરી દોઢ લાખ થી વધુની નુકસાની કરી હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું ત્યારે ઘરથી થોડે દુર આવેલ કાળા પથ્થરની લિઝ પણ વિવાદોમાં ઘેરાય શકે છે એક હેક્ટરમાં ફેલાયેલી આ કાળા પથ્થરની લિઝમાં બ્લાસ્ટીંગ ની પરમિશન મેળવેલ છે કે કેમ ? એક હેક્ટરની લિઝમાં આસપાસ પણ મોટા પ્રમાણમાં ખોદકામ થયેલું છે અને સ્થળ પર એક જગ્યાએ બ્લાસ્ટિંગ અને ખોદકામ વીડિયોમાં પણ કેદ થતા અનેક સવાલો હવે લિઝ ઉપર ઉભા થયા છે ત્યારે આ લિઝમાં મલાઈ તારવવા માટે ભાજપના નેતાએ આ ગરીબ પરિવારને ધમકાવવા તોડફોડ કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ  લાગી રહ્યું છે કિંમતી ખનીજ ચોરી અહીં વ્યાપક થતી હોય તેવા સ્પષ્ટ અણસાર આ આસપાસના વિસ્તારોમાં નજર કરતા લાગી રહ્યું છે ત્યારે ભાજપના ઉપપ્રમુખ આવી દાદાગીરીથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ આવા મોટા માથા સામે કેવા દાખલરૂપ પગલાં લે છે તે જોવાનું રહ્યું આખરે ગરીબ પરિવારે પણ પોલીસ તંત્ર પાસે યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખી છે.