જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાંથી ચોરાઉ મોટરસાઈકલ સાથે બે શખ્સને સીટી બી પોલીસે ઝડપી લઈ ઝડપાયેલા બંને શખ્સ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગાયત્રી ચોક ખાતે રહેતા યુવરાજસિંહ દશરથસિંહ જાડેજા અને વિરલકુમાર રાજેશભાઈ નામના માટેલ ચોક ખાતે રહેતા શખ્સની એક ચોરાઉ મોટરસાઈકલ સાથે સીટી બી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે રૂ. 15 હજારની કિંમતનું આ મોટરસાઈકલ કબ્જે કર્યું હતું.
આ કામગીરી સીટી બી ઇન્ચાર્જ પી.આઈ. સલીમ એન. સાટી, પીએસઆઈ કે.વી. ચૌધરી અને સ્ટાફના રાજેશભાઈ વેગડ, રવિરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, અમિતભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.