• રેતી શિલ્પ કલા કાર્યક્રમમાં દ્વારકા,કચ્છ અને પોરબંદરના ૧૦ કલાકારોએ ભાગ લીધો હતો.

  • દરેક કલાકારે ૨-૨ રેતી શિલ્પ કલાની કૃતિઓ બનાવી હતી.


જામનગર મોર્નિંગ - દ્વારકા : ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે સમુદ્ર કિનારે રેતી શિલ્પ કલા કાર્યક્રમનું આયોજન તા.૧૪ અને ૧૫ શનિવાર અને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીણાના હસ્તે ખુલ્લા મુકાયેલા રેતી શિલ્પ કલા કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા,પોરબંદર અને કચ્છ જીલ્લાના ૧૦ કલાકારોએ ભાગ લીધો હતો. ૧૦ કલાકારો દ્વારા બંને દિવસે અલગ - અલગ એક કૃતિ બનાવીને કુલ ૨૦ કૃતિ બનાવવામાં આવી હતી.

રેતી શિલ્પ કલાના કલાકાર દ્વારા શિવરાજપુર સમુદ્ર કિનારે ધાર્મિક સામાજીક અને હાલની પરિસ્થિતિ અનુરૂપ કૃતિઓ બનાવાઈ હતી જેમાં દ્વારકાધીશ મુખ્ય મંદિર, બેટી બચાવો બેટી પઢાવો, જળપરી, કોરોના વાઈરસથી બચવાના સૂચનો વિગેરે ભાવ દર્શાવીને રેતી દ્વારા કૃતિઓ બનાવાઈ હતી.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા મુજબ આવા કાર્યક્રમોથી કલાકારોને પ્રોત્સાહન મળે તેમજ બાળકોની રેતી શિલ્પ કલા વિશે માહિતી મળે અને પ્રવાસનમાં પણ વધારો થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકારના રમત -ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગતની લલિતકલા અકાદમી અને દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલાકારો દ્વારા બનાવવામાં આવેલકૃતિઓ પૈકીની અમુક તસ્વીરો,