ગાયનેક વિભાગમાં બીમારીના નામે ઉઘરાણા કરતો શખ્સ ઝડપાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરની નામાંકીત સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં બીમારીના બહાને રૂપિયા ઉઘરાવતા શખ્સને ફરજ પરના સિક્યોરીટી સ્ટાફે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત પ્રમાણે જામનગરની જી.જી. હોસ્પિટલમાં થોડા સમય પહેલા એક બોગસ નર્સ ઝડપાઈ હતી ત્યારે ગઈકાલે અત્રે ગાયનેક વિભાગમાં હું બીમાર છું અને મને એઇડ્સ છે તેમ કહી રૂ. 200ની લોકો પાસેથી ઉઘરાણી કરતા ઈમરાન કાસમ દરજાદા નામના લીમડા લાઈનમાં રહેતા શખ્સને ફરજ પરના સિક્યોરીટી સ્ટાફે ઝડપી લેતા હોસ્પિટલ વર્તુળમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે. વધુમાં ઝડાયેલો શખ્સ નશો કરેલી હાલતમાં પણ હોવાની આશંકા જણતા કંટ્રોલ દ્વારા આ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા અંગેની તજવીજ ચાલુ કરાઈ હતી.