તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રોડના કામો નબળા થવા અંગેની અનેક ફરિયાદો હોવા છતાં સુતેલું તંત્ર જાગતું નથી, લોકોની અનેક ફરિયાદો હોવા છતાં પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓના પેટમાં પાણી પણ હલતું નથી, તો શું આવા નબળા કામો કરી પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે...? તાજેતરમાં જ કાલાવડ તાલુકાના ખરેડીથી નપાણીયા ખીજડીયા ગામને જોડતો રસ્તો 7 કી.મી. ઘણા વર્ષો બાદ મંજુર થયો છે જે ડામર રોડ હાલ બનવા જઈ રહ્યો છે અંદાજીત માતબર 3.80 કરોડમાં મંજૂર થયો છે પરંતુ મોટા પેટવાળા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ દ્વારા આ રોડમાં વધુ મલાઈ મળે તે માટે સામાન્ય મેટલ પાથરી જેવા તેવા પુલીયા બનાવી ઉપર ડામર પાથરી રોડનું કામ પૂરું કરી મંજૂર કરાવીને લાગવગીયાઓ વચ્ચે ભાગ પાડી પ્રજાના પૈસા ઓળવી જવાના કાવતરા રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે જેમાં મોટો ભ્રષ્ટાચાર થવાની પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
 તો જોવાનું એ રહ્યું કે આ સુતેલું તંત્ર જાગશે ? કે પછી તાલુકામાં આવા નબળા કામો કરી પ્રજાના પૈસાનું આંધળ કરી પોતાના ગજવા જ ગરમ કરશે...? હાલ 7 કી.મી. રોડની મેટલ પાથરેલ તસ્વીર નજરે ચડી રહી છે જેમાં માત્ર રસ્તાની બાજુની ધૂળ પાથરી ડામર રોડ પાથરવાની તૈયારીઓ ચાલી રહી છે.