• જુગાર રમતા ચાર ઈસમોની અટક કરીને રોકડા રૂપિયા ૧૪૭૦૦/- અને ગજીપતાના પાના સહિતનો મુદામાલ કબજે કરાયો.
જામનગર મોર્નિંગ - ભાણવડ તાલુકાના બતડીયાનેશ સીમ વાડી વિસ્તારમાં રહેતા ગીગાભાઈ કેશવભાઈ મોઢવાડીયા પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવીને પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાની ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી વિપુલ મોરી અને કિશોરસિંહ ચંદુભા જાડેજાને ખાનગી રાહે બાતમી મળતા બાતમી વાળી જગ્યાની પોલીસ કર્મી દ્વારા ખરાઈ કરાતા બતડીયાનેશ થી ટીંબડી વાળા રસ્તે ગીગાભાઈ કેશવભાઈ મોઢવાડિયાની વાડીમાં ખુલ્લામાં ઝાડ નીચે કુલ ચાર શખ્સો ગીગાભાઈ કેશવભાઈ મોઢવાડીયા,મેરામણભાઈ સામતભાઈ મોઢવાડીયા,ભરતભાઈ હરભમભાઈ મોઢવાડીયા અને માલદેભાઈ માંડણભાઈ મોઢવાડીયા હારજીતનો જુગાર રમતા હોય જુગાર રમતા ચારેય ઇસમોને રોકડ રૂપિયા ૧૪૭૦૦/- અને ગજીપતાના પાના સાથે અટક કરીને જુગાર ધારાની કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.