જામનગર
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા  વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી મીટીંગમાં કૃષિમંત્રી સાથે ભાગ લઇ જામનગરના  સાંસદ  પૂનમબેન માડમએ મહત્વપુર્ણ ચર્ચાઓ કરી હતી.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ એ વીડીયો કોન્ફરન્સથી  રવિવારે  રાજ્યભરના તમામ એ.પી.એમ.સી. ચેરમેનો સાથે રીવ્યુ મીટીંગ યોજી હતી જેમાં જામનગરથી રાજ્યના કૃષીમંત્રી આર.સી.ફળદુ અને ધારાસભ્ય  રાઘવજીભાઇ પટેલ અને દરેક યાર્ડ ચેરમેનો સાથે આ કોન્ફરન્સમાં ભાગ લઇ સંસદસભ્ય પૂનમબેન માડમ એ જરૂરી પરામર્શ કર્યો હતો.

આ કોન્ફરન્સ વખતે એડીશનલ કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા સહિતના અધીકારીઓ તેમજ જિલ્લાની યાર્ડના ચેરમેનો એ ભાગ લીધો હતો આ મીટીગમા માર્કેટીંગ યાર્ડ કાર્યરત કરવા સહિતના મુદે અભિપ્રાયો લેવાયા હતા અને મહત્વના નિર્ણય લેવાની દિશામાં પુખ્ત વિચારણાઓ થઇ હતી