8 શખ્સની ધરપકડ : કુલ રૂ. 18160ની સકમ ઝબ્બે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરમાં રહેણાંક મકાનેથી સ્થાનિક પોલીસે જુગારનો અખાડો ઝડપી લઈ રૂ. 18 હજારની મતા સાથે 8 શખ્સની ધરપકડ કરી હતી. 
મળતી વિગત મુજબ જામજોધપુરના બજરંગવાડીમાં હરેશ ખવાસ નામના શખ્સે પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને તેમાં તીનપત્તી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી, આથી સ્થાનિક પોલીસે દરોડો પાડીને જુગાર રમતા બજરંગવાળી ના હરેશ રામજી ગોહિલ, ધ્રાફા બાયપાસ પાસે રહેતા પ્રતિક મણીલાલ લુક્કા, રેલવે સ્ટેશન પાસે રહેતા આનંદ ભારા ધારાણી, ભગવતી પરાના ઠેબા દુદા વાઢેર, જામજોધપુરના વિરેન્દ્ર ઉર્ફે વીરો રાણસી ધારાણી, નિકુંજ ઉર્ફે નીકો, જેન્તી ગોર, ભગવતીપરાના દિવ્યેશ વાલજી ભલસોડ અને ગાયત્રી મંદિર પાછળ રહેતા ભોજા કારા કરમુર નામના આઠ શખ્સોને પકડી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન ગંજી પત્તા અને રોકડ 18160 ની રકમ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.