જામનગર મોર્નિંગ - ખંભાળીયા, તા 22 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા - ભાણવડ મુખ્ય ધોરી માર્ગ પર ભાણવડ નજીક ત્રિવેણી પુલ પાસે એક મોટુ વડ વૃક્ષ મુખ્ય રોડ પર પડતા રોડ થોડા સમય માટે બંધ થયો હતો.  આ રોડ પર લોકડાઉન દરમ્યાન પણ આવશ્યક ચીજ વસ્તુઓના અનેક વાહનો પરિવહન કરે છે. ખંભાળીયા જીલ્લા મથક હોવાથી સરકારી વાહનો પણ અનેક દરરોજના ભાણવડથી આ રોડ પર થઈને જતા હોય છે. તેમજ ભાણવડથી ખંભાળીયા થઈને સિક્કા જતા ખનીજ પરિવહનના 100 જેટલા ટ્રક દૈનિક આ રોડ પરથી ચાલે છે.  ત્યારે આજે સાંજના સુમારે આ રોડ પર વડનું મોટુ વૃક્ષ આડું પડી જતા રોડ સંપૂર્ણ પણે બંધ થયો હતો બાદમાં વન વિભાગની ટીમે વૃક્ષને રોડ પરથી હટાવીને રોડ ખુલ્લો કર્યો હતો.