તોડી પડાયેલ ગેરકાયદેશર બાંધકામ.

ગેરકાયદેશર થયેલ બાંધકામ.

  • પ્રતિબંધિત બરડા પંથકમાં ૫૦૦ - ૬૦૦ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ થયું હતું. ઉચ્ચ સ્તરે જાણ થતા તાત્કાલીક અસરથી તોડી પાડ્યું. 

જામનગર મોર્નિંગ - ભાણવડ તા. ૨૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા પંથકમાં છપિયાનેશ પાસે મુસ્લિમ બિરાદરોની દરગાહ આવેલ છે.  દરગાહની બાજુમાં અજાણ્યા ઈસમોએ રહેઠાણ હેતુએ ૫૦૦ - ૬૦૦ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ કરેલ હતું. પ્રતિબંધિત બરડા પંથકના આ બાંધકામમાં લોકડાઉન દરમિયાન બહારના લોકો આવીને રહેતા હોય એવી ગુપ્ત બાતમી પોલીસ અને વન વિભાગને મળતા આ બાંધકામ તાત્કાલીક અસરથી તોડી પાડયું. 

દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા પંથકમાં આવેલ બરડા વન્ય પ્રાણી અભ્યારણ પ્રિતિબંધિત વિસ્તાર છે અને સંપૂર્ણ વિસ્તાર વન વિભાગની દેખરેખ અને માલિકી તળે આવે છે. અહીં વંશ પરંપરાગત વસવાટ કરતા માલધારી પરિવારો સિવાય અન્ય લોકોને રહેવા માટે પ્રતિબંધ છે. બરડા પંથકના છપિયાનેશ નજીક દરગાહ આવેલ છે.  આ દરગાહથી થોડે દૂર અજાણ્યા ઈસમોએ રહેઠાણ થઇ શકે તેવું ૫૦૦ - ૬૦૦ ફૂટ જેટલાં વિસ્તારમાં સફેદ પથ્થર બેલાના ઓરડા બનાવીને ઉપર સિમેન્ટના પતરા ઢાકેલ પાકું  બાંધકામ કરેલ હતું. જેમાં જનરેટર, પાણી માટેનો બોર, સબમર્શીબલ મોટર પમ્પ સહિતની સુવિધા હતી.

લોકડાઉન દરમિયાન આ બાંધકામ વાળી જગ્યામાં બહારના લોકો આવીને પ્રતિબંધિત વન વિભાગના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાની ગુપ્ત માહિતી દ્વારકા જીલ્લા પોલીસને મળતા તેમણે વન વિભાગને માહિતીથી અવગત કર્યા.

દરગાહની નજીક બહારના રાજ્યના લોકો આવીને અનધિકૃત પ્રવૃત્તિ બરડા વન્ય પ્રાણી અભ્યારણમાં કરતા હોવાની ગુપ્ત માહિતીના પગલે વન વિભાગ અને પોલીસ દ્વારા આ બાંધકામને તાત્કાલીક અસરથી તોડી પડાયું હતું. બાંધકામ તોડીને મટીરીયલ વન વિભાગે કબ્જે કર્યું છે. અને અહીં કંઈ કંઈ પ્રવૃતિઓ થતી?  , કોના દ્વારા આ પ્રવૃત્તિ થઇ રહી હતી?  તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. હાલ આ મુદ્દે અહીંના લોકોમાં અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યા છે. " નાયબ વન સંરક્ષક સાહેબ પોરબંદરની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાણવડ, રાણાવાવ રેન્જ વન વિભાગના સ્ટાફ અને પોલીસ સ્ટાફએ મળીને આ ગેરકાયદે થયેલ બાંધકામ તોડી પડાયું છે. અને આવી કોઈ ગેર પ્રવૃતિઓ બરડામાં ના થાય તે માટે સતત મોનીટીરીંગ કરાઈ રહ્યું છે.  " 
- કે. એલ.  ચાવડા,  રેન્જ ફોરેસ્ટ ઓફિસર : ભાણવડ