• દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખાદ્ય સામગ્રીનો ખોટો સંગ્રહ અને ભાવમાં કાળા બજારી ના કરવા વેપારીઓને તંત્રની ટકોર.
  • કોઈ વેપારી કાળા બજારી કરે અથવા તો ઉપલબ્ધ જથ્થો હોવા છતાં ગ્રાહકને આપવાની મનાઈ કરે તો જીલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવા અપીલ કરાઈ.

જામનગર મોર્નિંગ – ખંભાળીયા : વિશ્વભરમાં પ્રસારીત થઈને વિશ્વમાં  ફેલાયેલા નોવેલ કોરોના વાયરસને પગલે ભારત દેશમાં તા.૨૪/૦૩/૨૦૨૦ થી ૧૪/૦૪/૨૦૨૦ સુધી આવશ્યક સેવાઓ સિવાઈ સંપૂર્ણ દેશ લોકડાઉન થયેલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જીવન જરૂરી સેવાઓ પૈકીની ખાદ્ય સામગ્રી, અનાજ કરીયાણાના વેપારીઓ ચીજ વસ્તુઓના નિર્ધારિત થયેલા ભાવથી ગ્રાહકોને વેચાણ કરવા અને ખોટી સંગ્રહ ખોરી કે સટા પ્રકારનો વ્યવહાર ના કરવા કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકાએ એક પ્રેસ યાદીમાં જણાવાયું છે. છતાં પણ કોઈ વેપારી ગ્રાહક પાસેથી વધારે ભાવ વસુલે અથવા તો ઉપલબ્ધ સામગ્રી હોવા છતાં ગ્રાહકને સામગ્રી આપવાની મનાઈ કરે તો દેવભૂમિ દ્વારકા જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીના સંપર્ક નંબર – ૦૨૮૩૩-૨૩૫૯૯૦ પર કચેરી સમય દરમ્યાન સવારે ૧૦ થી સાંજના ૬ સુધીમાં સંપર્ક સાધવા જણાવ્યું છે.