• દૂધ અને ફરસાણની વિવિધ બનાવટોના ૧૦૪૪ કી.ગ્રા. અખાદ્ય જથ્થાનો ચેકિંગ દરમ્યાન નાસ કરાયો હતો.

જામનગર મોર્નિંગ - ભાણવડ , તા.૨૩ : નોવેલ કોરોના વાઈરસ કોવીડ - ૧૯ના સાવચેતીના પગલા અન્વયે મદદનીશ કલેકટરશ્રી ખંભાળીયાની સુચના મુજબ ફૂડ સેફટી અધિકારી ,ખોરાક અને નિયમન તંત્ર - જામનગર, નગરપાલીકા ચીફ ઓફિસર ભાણવડ દ્વારા ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં ફરસાણ અને દુધની બનાવટનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમોમાં ચેકિંગ હાથ ધરીને દૂધ,માવા, મીઠાઈ,શ્રી ખંડ અને ફરસાણનો પડતર અને અખાદ્ય ૧૦૪૪ કી.ગ્રા. જથ્થાને નાશ કરાયો હતો. લોક ડાઉન બાદ અખાદ્ય સામગ્રીનું વેચાણ ના થાય અને નગરજનોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે હેતુથી આ કાર્યવાહી કરાઈ હોવાનું નગરપાલિકા ચીફ ઓફિસર મયુર જોશીએ જણાવ્યું હતું.