જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં 12 વર્ષનો તરુણ પાણીની ખાંડમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જયારે પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પાંચ બહેનોએ એકને એક ભાઈને ખોઈ દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 
મળતી વિગત મુજબ જામ ખંભાળિયાના કંચન પૂર વિસ્તાર પાસે પાણી ભરેલી ખાડમાં પોતાની બહેન સાથે કપડાં ધોવા ગયો હોય અને માલધારી ભરવાડ સમાજ ટીડાભાઈનો 12 વર્ષનો પુત્ર હાજા ન્હાવા પડતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું અને મૃતદેહને પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને 12 વર્ષના પુત્રને થોડી માનસિક બીમારી પણ હોય જયારે આ 12 વર્ષનો તરુણ પાંચ બહેનોનો એકને એક ભાઈ હતો અને પાંચેય બહેનોએ એકના એક ભાઈને ખોઈ દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.