• વર્ષો જુના માટી મેટલડાના ગાડા માર્ગોને નવા બનાવવાની મંજૂરી અપાતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી.

કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી ગ્રામ્ય પંથકના માર્ગોના નવીનીકરણ અંગે માંગ કરવામાં આવી હતી. ધારાસભ્યની રજૂઆત પગલે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રસ્તાઓના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી
ગ્રામ્ય પંથકના વર્ષોજૂના માટી મેટલના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. રાજ્ય સરકારે ગ્રામ્ય પંથકના 39 કિલોમીટરના માર્ગના નવીનીકરણ માટે મંજૂરી આપી છે ત્યારે આ માર્ગો 12.15 કરોડના ખર્ચે નવા બનશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગ્રામ્ય પંથકના રસ્તાના નવિનીકરણની મંજૂરી આપવામાં આવી હોવાના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોને સારી સગવડનો લાભ મળશે અને ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને ગ્રામ્ય વિસ્તારમાં એક ગામથી બીજા ગામમાં જવા માટે પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો જેમાંથી છુટકારો મળશે. આમ ધારાસભ્યના પ્રયાસોથી રસ્તાના નવિનીકરણ માટે સરકારે મંજૂરી આપી હોવાના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.


**-
ક્યા ક્યા ગામને જોડતા માર્ગોનું નવીનીકરણ થશે? 

 સરકાર દ્વારા રસ્તાના કામના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે વડવાળાથી કેરાળા 6 કીમી, ભળ - કુંડલી -તળ રોડ 5 કીમી, તરખાઈથી રેવદ્રા રોડ 3 કીમી, જમરાથી ગરેજ રોડ 5 કીમી, અમર થી ડૈયર રોડ 5 કીમી, કોટડાથી માલ રોડ 3 કીમી, મહોબતપરાથી બાવળાવદર 4.50 કીમી, અણીયારીથી કંડોરણા રોડ 4.50 કીમી, રાણા બોરડીથી સુખપુર રોડ 3 કીમી સહિત આ નોન પ્લાન રસ્તા મંજૂર કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 


***
સાત વર્ષ જૂના રસ્તો હામદપરાથી ગોકરણ રોડ 42 લાખ નવો બનશે

રાજ્ય સરકાર દ્વારા સાત વર્ષ જૂના રસ્તા હામદપરાથી ગોકરણ રોડ 42 લાખ રૂપિયાના ખર્ચે નવો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. અને થેપડા રોડ 37.50 લાખ, રોઘડા રોડ 40 લાખ તથા 10 વર્ષ જુના વેકરી રોડનું પણ 45 લાખના ખર્ચે નવીનીકરણ થશે તેવું જણાવ્યું હતું.