જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાંથી બે જુગારીને સીટી એ પોલીસે ઝડપી લઈ રૂ. 5 હજાર ઉપરાંતની રોકડ કબ્જે લઈ 7 નાસી જતા તલાશી આરંભી છે. 
મળતી વિગત મુજબ જામગનરમાં હિંગળાજચોક ખાતે ઘોડીપાસાનો જુગાર રમતા હિરેન રમેશ ડોડીયા અને સુરેશ ગંગારામ જોષીની સિટી એ પોલીસે રૂ. 5880ની રોકડ સાથે ધરપકડ કરી હતી જયારે રમેશ મંગળદાસ, વિમલ મારાજ, વિપુલ કુંભાર, જગદીશ ભાનુશાળી, અપ્પી ભાનુશાળી, ભીખો ભાનુશાળી અને ભૂરો નામના શખ્સો નાસી જતા તલાશી હાથ ધરી છે. 
આ કાર્યવાહી વી.કે. રાતીયા, ટપુભા જાડેજા, યજુવેન્દ્રસિંહ વાળા અને વનરાજભાઈ ખવડ દ્વારા કરવામાં આવી હતી.