લાલપુરની મહિલા અને કાલાવડના દંપતીના બંને છોકરાને પોઝિટિવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના લાલપુરમાં આજે સવારે એક મહિલાને કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો ત્યાર બાદ ગઈકાલ કાલાવડના દંપતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના બે બાળકોને પણ કોરોના પોઝિટિવ મળતા તંત્રમાં ભાગદોડ મચી જવા પામી હતી.
જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે, ગત તા. 21મીના રોજ કાલાવડ ખાતે અમદાવાદથી એક પરિવાર આવ્યો હતો, અને તેને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ આ પરિવારના દંપતીના નમૂનાઓ ગઈકાલે કરવામાં આવેલ આ પરિવારના દંપતીના નમૂનાઓ ગઈકાલે પોઝિટિવ આવ્યા હતા, જેને લઈને બંનેને ગઈકાલે સાંજે જ કાલાવડથી જામનગર ખાતેની કોવીડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
દરમ્યાન ગઈકાલે રાત્રે લાલપુરથી લેવામાં આવેલા એક મહિલાનો નમૂનો સવારે પરીક્ષણમાં પોઝિટિવ આવતા તેણીને જામનગરની કોવીડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં ખસેડવામાં આવી હતી, આ મહિલા તાજેતરમાં મુંબઈથી લાલપુરના પીપરટોળા ગામે વાડી વિસ્તારમાં આવી હતી અને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવી હતી, દરમિયાન આજે બપોર બાદ થયેલ નમૂનાઓના પરીક્ષણમાં કાલાવડના બે બાળકો પોઝિટિવ આવતા ચોવીસ કલાકમાં આંકડો પાંચ પર પહોંચી ગયો હતો, કાલાવડનું જે દંપતી ગઈકાલે પોઝિટિવ આવ્યું હતું તે દંપતીના આઠ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ જાહેર થયા છે, આ પરિવાર અમદાવાદથી આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હતો જ્યાં કોરોનાના લક્ષણ સામે આવતા તબકાવાર ચારેયના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં નમૂનાઓ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને અધિકારીઓમાં મીટીંગોનો દોર શરૂ થઈ ગયો હતો.    
જામનગરમાં કોરોનાની સંખ્યા 52 એ પહોંચી છે, જયારે 18 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને બે માસુમ બાળકના મોત નિપજ્યા હતા, એમજ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.