જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા 9 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અગાઉના પ્રસિદ્ધ થયેલા જીલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ દુકાનો, ખાનગી ઓફિસો અને ખાનગી સંસ્થાઓ સવારના 7 થી બપોરના 2 વાગ્યાં સુધી ખુલ્લી રાખવાની સૂચના હતી. 

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેક્ટરએ આજે તા. 09-05-2020ના રોજ નવા બહાર પાડેલ જાહેરનામા મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોવીડ - 19 કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયેલા વિસ્તાર સિવાયના સંપૂર્ણ જીલ્લામાં દુકાનો, ખાનગી ઓફિસો, ખાનગી સંસ્થાઓ સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યાં સુધી ખુલ્લી રાખી શકાશે.