• જીલ્લામાંથી ૩૫૮૪ જેટલા શ્રમિકોને વતન મોકલવાનું બાકી છે. જે ટ્રેન અને બસ મારફત વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે.

તીરછી નજર(કોલમ) - ભરત હુણ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૬ : ભારત ભરના વિભિન્ન રાજ્યો માંથી ૧૦ હજારથી વધુ લોકો દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધંધા-રોજગાર માટે આવ્યા હતા. ૫-૬ મહિનાથી ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીથી ૨૫ માર્ચથી દેશ લોકડાઉન છે. લોક ડાઉન દરમ્યાન ધંધા રોજગાર બંધ થતા પરપ્રાંતીય શ્રમિકો જે બીજા રાજ્ય માંથી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધંધા રોજગાર કે રોટલો રળવા માટે આવ્યા હતા તેઓને પોતાના વતન જવું હતું.

વતન જવા માંગતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુલ ૧૦૧૮૪ પરપ્રાંતીય શ્રમિકો પૈકી હાલ ૬૫૨૦ જેટલા શ્રમિકોને બસ અને ખાસ શ્રમિક ટ્રેન મારફત તેમના વતન મોકલાયા છે. વતન મોકલાયેલ શ્રમિકો પૈકી રાજ્ય મુજબ જોઈએ તો, ઉતર પ્રદેશ - ૦૭, રાજસ્થાન -૩૭૪, મધ્યપ્રદેશ - ૫૬૪૯, મહારાષ્ટ્ર - ૪૩૨, છતીસગઢ - ૦૪, હરિયાણા - ૩૩, પંજાબ - ૦૨, દિલ્હીના - ૦૩, કર્નાટક  - ૦૫, ગોવા - ૦૧, અન્ય રાજ્ય - ૧૦નો સમાવેશ થાય છે.

વતન જવા માંગતા પરપ્રાંતીય ૧૦૧૮૪ પૈકીના ૬૫૨૦ શ્રમિકોને વતન મોકલાયા બાદ બાકી રહેતા ૩૫૮૪ શ્રમિકોને વતન મોકલવા માટેની વ્યવસ્થા હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લા તંત્ર કરી રહ્યું છે.


 ટીકીટ ખર્ચ શ્રમિકોએ જાતે ભોગવ્યો

વતન જતા શ્રમિકોના ટીકીટ ખર્ચ ૮૫ % કેન્દ્ર સરકાર અને ૧૫% રાજ્યસરકારની સંયુક્ત હિસ્સેદારીથી આપવાની વાતોની વચ્ચે જ અહી દેવભૂમિ દ્વારકા જીલ્લા માંથી મોકલાયેલ શ્રમિકોના ટીકીટ ખર્ચ તમામ શ્રમિકોએ જાતે ભોગવ્યો છે.

 

વતન જતા પરપ્રાંતીય શ્રમિકો પાસેથી વધારે ભાડું વસુલાયું.

પરપ્રાંતીય શ્રમિકોને વતન મુકવા જતી બસના માલિકોએ રાબેતા મુજબના ભાડા કરતા વધુ વસુલ્યું હતું તેઓનું કહેવું હતુકે રીટર્નમાં ખાલી આવવું પડે છે એટલે આવક અને જાવક બંનેનું થઈને ભાડાના હિસાબ કરીને ભાડું લેવાઈ છે.


રાજ્ય સરકારની એસ.ટી. બસો શોભાના ગાઠીયા સમાન !

લોકડાઉન દરમિયાન પબ્લિક પરિવહન સંપૂર્ણ બંધ હોવાથી રાજ્ય સરકારની એસ.ટી. બસો પણ હવા ખાઈ રહી છે ત્યારે પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે સરકારી બસને બદલી ખાનગી બસમાં વધારે ભાડા આપીને કેમ મોકલાઈ રહ્યા છે તે વાતે લોકોમાં કુતુહલ અનેક તર્ક વિતર્ક કઢાઈ રહ્યા છે કે સરકારી બસોને શોભાના ગાઠીયા સમાન રાખવાની છે !