જામનગરના ગુલાબનગર વિસ્તારમાં: આરોપી ફરાર : પોલીસ કાફલો દોડી ગયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
દુનિયાના દરેક સંતાન માટે પિતા ખાસ હોય છે, સંતાન માટે પિતા ગાઈડ હોય છે, મિત્ર હોય છે તો ક્યારેક સાથી પણ હોય છે, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પુત્રએ પિતાને છરી વડે મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે આ બનાવ અંગે જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા અંગેનો ગુનો દાખલ કરી નરાધમ પુત્રની શોધખોળ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગર ગુલાબનગર વિસ્તારમાં આવેલ યોગેશ્વરનગર સોસાયટી ખાતે રહેતા દ્વારકાદાશભાઈ ગોંડલીયા નામના પ્રૌઢની સાથે ઝગડો કરી તેના જ કળયુગી પુત્રએ સબંધની પરવાહ કર્યા વગર છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી હત્યા નિપજાવતા શહેરમાં ચર્ચા સાથે અરેરાટી ફેલાઈ જવા પામી છે આ ઘટનાની જાણ થતા જી.જી. હોસ્પિટલ ખાતે મૃતક પ્રૌઢને ખસેડી પોલીસે હત્યારા પુત્રની સામે ગુનો નોંધી નાસી જતા તલાશી હાથ ધરી છે. જે પિતાએ આંગળી જાલી પુત્રને રમાડ્યો-ચાલતા શીખવાડ્યું તે જ પિતાની હત્યા નિપજાવતા લોકોએ તેના પર ફીટકારની લાગણી જન્મી છે. પ્રો. એ.એસ.પી. સફિન હસન, એલસીબી, સિટી એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પુત્રને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.