જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. 9 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના આજુબાજુના જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા નોવેલ કોરોના સંક્ર્મણ અને કોરોના પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા મોટા ભાગના વ્યક્તિ બહારના જીલ્લામાંથી અથવા બહારના રાજ્યમાંથી આવેલા હોય. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાજ્ય અને પંચાયત હસ્તકના 13 જેટલાં રસ્તાઓ અગાઉના જાહેરનામાં મુજબ બંધ કરાયા હતાં ત્યારે વધુ 5 રસ્તાઓ જેમાં વેરાડ ત્રણ પાટિયા - બાલવા જામજોધપુર રોડ જીલ્લાની હદ પાસે,  ચંદ્રવાડા થી પોરબંદર જીલ્લાની સરહદ પર, રોઝડા થી જોઈનીંગ એમડીઆર જીલ્લા હદ પાસે, ગડુ થી પારાવાડા રોડ જીલ્લા હદ પાસે, દેવળીયાથી ભણગોર રોડ આ તમામ રોડ તા. 17-05-2020 સુધી સંપૂર્ણ પણે બંધ કરાયા છે.