જામનગર મોર્નિંગ - ભાણવડ તા. 24 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ગામ નજીક સમસ્ત સોરઠીયા રબારી સમાજનું ધાર્મિક સ્થાન જોજરી મઢ આવેલ છે.  જોજરી મઢ ખાતે દર વર્ષે જેઠ સુદ ભીમ અગિયારસના દિવસે રબારી સમાજનો ધાર્મિક મેળો ભરાઈ છે. આ ધાર્મિક મેળામાં જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહીત ગુજરાત ભરમાં વસવાટ કરતા સોરઠીયા રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. 

તાજેતરમાં વૈશ્વિક મહામારી નોવેલ કોરોના કોવીડ -19ના સક્ર્મણના પગલે સમગ્ર દેશ લોકડાઉન છે. દેશના તમામ ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ રખાયા છે. 

આ વર્ષે જેઠ સુદ અગિયારસ તા. 02/06/2020ના દિવસે નોવેલ કોરોના સંક્ર્મણના લીધે જોજરી મઢ ખાતે ધાર્મિક મેળો યોજવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ નથી માટે આ વર્ષે ભીમ અગિયારસનો રબારી સમાજનો ધાર્મિક મેળો જોજરી મઢ ખાતે યોજાશે નહી.  ધર્મપ્રેમી દર્શનાર્થીઓને આ અંગેની જાણ થવા જોજરી મઢના ભુવાશ્રી પરબતભાઈ મોરીએ વિંનતી કરી છે.