જામનગર મોર્નિંગ - દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક શખ્સને દેશી બંદુક સાથે એસઓજીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાગા ગામની ઉગમણી સીમ (માલ્યાખડી) વિસ્તારમાં રહેતા માલાભાઈ રામજીભાઈ જાડેજા (ઉ.વ.28) નામના શખ્સને બાતમીના આધારે દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિંમત રૂ. 1000ના મુદામાલ સાથે એસઓજીએ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન મુજબ એસઓજીના પીઆઈ જે.એમ. પટેલ, પીએસઆઈ એચ.ડી. હિંગરોજા, એ.એસ.આઈ. પ્રવિણસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, સુરેશભાઈ વાનરીયા અને અરશીભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.