જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં કેન્સરની બીમારી સબબ પ્રૌઢનું મોત નિપજતા સ્થાનિક પોલીસે કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના છેવાડે આવેલ જિલ્લા સેવા સદનના ઢાળીયા ખાતે રહેતા ચમનભાઈ કેશવભાઈ નકુમ નામના 56 વર્ષના પ્રૌઢનું ગળાના કેન્સરની બીમારી સબબ મોત નિપજતા આ બનાવ અંગે સીટી બી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.