દંપતી ખંડિત : પતિનું ઘટના સ્થળે મોત :પત્ની સારવાર હેઠળ હોસ્પિટલમાં
જામનગર મોર્નિંગ - જામનગર 
લાલપુર તાલુકાના સણોસરી અને ગોપ પાટિયા વચ્ચે કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતું જેમાં પતિનું ઘટના સ્થળે મોત નિપજતા તથા પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ખાતે રહેતા ચંદુભાઈ કેશુભાઈ વારા ( ઉ.વ.-58 ) તેમના પત્ની ચંપાબેન કેશુભાઈ વારા ( ઉ.વ. 55) ને બાઈક પાછળ બેસાડી ગોપ પાસેથી જતા હોય દરમ્યાન સામેથી ધસમસતી આવતી કાર ચાલકે બાઈક સાથે જોરદાર ટક્કર મારતા બંને બાઈક  પરથી ફંગોળાઇ જતા ચંદુભાઈનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજેલ જયારે ચંપાબેનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડી પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફેલાય ગયું છે.