જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર-દેવભૂમિ દ્વારકાના સાસંદ પૂનમબેન માડમના ટ્વીટર એકાઉન્ટ પર કોરોના સબંધિત કોમેન્ટ કરવા અંગે દ્વારકા જિલ્લાના ત્રણ શખ્સ સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે. 
મળતી વિગત મુજબ જામનગરના દ્વારકાના સુરજકરાડીમાં રહેતા જ્યંતી કણઝારીયા, મહેન્દ્રસિંહ જામ અને કે. એમ. બુજડ વિગેરેએ હાલ વિશ્વમાં કોરોના વાઇરસના કારણે ભારત સરકારનું જાહેરનામું હોઈ તે દરમ્યાન જામનગર-દેવભૂમિ દ્વારકાના સાસંદ પૂનમબેન માડમને સંબોધીને ત્રણેય શખ્સે તેઓના ફેસબુક એકાઉન્ટમાં કોરોના વાઇરસ સબંધે પોસ્ટ અને કોમેન્ટ કરી ટ્વીટર એકાઉન્ટથી સાસંદના ટ્વીટર એકાઉન્ટ ઉપર કોમેન્ટ કરી કોરોના વાઇરસ અંગે ખોટી અફવા ફેલાવવા બદલ જામનગર સીટી બી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધેલ છે.