જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં વિડિયોગ્રાફી ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાના ભંગ કરતા આઠ શખ્સની સામે સીટી બી ડિવિઝન પોલીસે  કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં કડીયાવાડ પાસેથી પરષોત્તમ વાલજી કણજાર, છગન રાણા પરમાર, ભરત બચુ બારચ, ચંદુભાઈ સોમીમલ જ્ઞાનચંદ,  સંજય દયાળજી ભટ્ટી, જીવા કાનજી ભટી, દેવેન્દ્ર વશરામ નકુમ, જગદીશ મોહન ભટીને વીડિયોગ્રાફીની મદદથી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. 
આ કાર્યવાહી પીઆઈ જે.વી. રાઠોડ, પીએસઆઈ કે.વી. ચૌધરી, રાજેશભાઈ વેગડ, રવિરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, અમિતભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, જયપાલભાઈ હેરભા, અજયભાઇ સોલંકી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.