અવાર-નવાર પક્ષીને શોક લાગવાથી નીપજે છે મોત: રજુઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં
જામનગર મોર્નિંગ - પોરબંદર 
પોરબંદર જિલ્લા ના કેશવ ગામે વાળી વિસ્તારમાં આવેલ ફીડરના વાયરને અડકી જતા રાષ્ટ્રીય પક્ષી મોરનું શોક લાગવાથી મોત નિપજ્યું હતું પક્ષીનું મોત થતા પક્ષી પ્રેમીઓમાં રોશની લાગણી જોવા મળી હતી. કેશવ ગામનાં લીરબાઇ ફીડર તરીકે ઓળખાતા ફીડરના વાયર પર રાષ્ટીય પક્ષી મોર બેસી જતા તેને શોક લાગ્યો હતો. અને આ મોરનો મૃતદેહ વાયરમાજ ચોંટી ગયો હતો. 
ત્યારે અવાર નવાર મોરને શોક લાગવાના બનાવો બની રહ્યા છે આગવ પણ 20 થીં પણ વધુ મોર પક્ષી ના શોક લાગવાથી મોત થયા હોવાનું આ વિસ્તારના ખેડૂતો પણ જણાવી રહ્યા હતા. ત્યારે હાલ પણ રાષ્ટ્રીય પક્ષી મોર નો શોક લાગવાથી મોત નો શીલ શિલો ચાલી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર આ ફીડરના વાયરો માં પાઇપ ફિટ કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો ની મંગ ઉઠી છે.(તસ્વીર: રામ મોઢવાડીયા)