દેશીદારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા : એક ફરાર 
ઇકો સહિત 2 લાખનો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
મળતી વિગત મુજબ રાજકોટ રેન્જ ડીઆઈજી સેલના પી.પી. સરવૈયા, સંદીપસિંહ ઝાલા, દેવનભાઈ ત્રિવેદી ને બાતમી મળતા જામજોધપુર શહેરમાં રહેતા દેવુભાઇ વાલાભાઈ ગઢવીના રહેણાંક મકાનેથી દરોડો પાડી દેશી પીવાના દારૂ ભરેલ 7 કેન જેમાં 3500 લીટર દારૂ તથા જીજે 03 ડીએન 5243 નંબરની ઇકો કાર સહિત કુલ મળી રૂ. 2.6 લાખનો મુદામાલ કબ્જે લઇ દેવુભાઇ સહિત સામત ગગુભાઈ તથા દેવાભાઇ નાનજીભાઈ એમ ત્રણ શખ્સની ધરપકડ કરી હતી જયારે રામભાઈ ધનાભાઈ રબારી નામના શખ્સને ફરાર જાહેર કરી તલાશી હાથ ધરી છે.