જામનગર મોર્નિંગ - પોરબંદર તા.૨૩ : પોરબંદર જિલ્લાના બરડા પંથકમાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચન્દ્રાવાળા રાવલ સહિતના ગામો ને જોડતો રસ્તો જે આબરામબા થઈ નીકળતો રસ્તો હાલ તો કેટલાય સમય થી બિસ્માર હાલત માં જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કાંકરા અને કાંકરી જોવા મળી રહી છે ત્યારે તેને લઈને વાહનચાલકો ના માથાના દુખાવા સમાન આ રસ્તો બની ગયો છે દરરોજના હજારોની સંખ્યામાં અહિયાંથી વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે ત્યારે  કોઈ મોટી દુર્ઘટનાન બને તે ને લઈને તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવું આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.