જામનગર મોર્નિંગ -  દ્વારકા 
દેવભૂમિ દ્વારકામાં તા.ર૮/પ/ર૦ર૦ ના રોજ ઉચ્ચ તાર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-ર૦ર૦ (વિજ્ઞાન પ્રવાહ) પરીણામ નીચેના સ્થળે વિતરણ કરવામાં આવનાર છે. જેથી જેતે શાળાના આચાર્યઓએ નીચે મુજબના સ્થળેથી તા.ર૮-પ-ર૦૨૦ ના રોજ પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે. 
ભાણવડ તાલુકા શ્રી જી.વી. કાનાણી, મ.શિ. વીએમ ઘેલાણી હાઇસ્કુીલ ભાણવડ, પરિણામ વિતરણ સ્થચળ વીએમ ઘેલાણી સરકારી હાઇસ્કુુલ ભાણવડ, કલ્યાણપુર તાલુકો- શ્રી કે.વી. મારવાણીયા, મ.શિ. સરકારી માધ્ય્મિક શાળા કોલવા, પરીણામ વિતરણ સ્થળ આર.એસ. કંડોરીયા વિદ્યાલય ભાટીયા, દ્વારકા તાલુકો- શ્રી કે.ડી. ગોકાણી, આચાર્ય વિદ્યાવિહાર હાઇસ્કુકલ દ્વારકા, પરિણામ વિતરણ સ્થાળ-વિદ્યાવહાર હાઇસ્કુયલ દ્વારકા, ખંભાળીયા તાલુકો, શ્રી એસ.એસ. રાઠોડ મ.શિ. સરકારી ઉચ્ચ‍ માધ્યકમિક શાળા જુવાનપુર, પરિણામ વિતરણ સ્થળ – જિલ્લાત શિક્ષણાધિકારી કચેરી, દેવભુમિ દ્વારકા મુ. ખંભાળીયા. 
ગુણ ચકાસણી/ અવલોકન/ ઓએમઆર/ ની નકલ મેળવવા માટેની અરજી નિયત ફી સાથે બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sci.gseb.org ઉપર ઓનલાઇન તા.ર૬/પ/ર૦૨૦ના રોજ બપોરે ૧ર-૦૦ કલાકથી તા.૦૮/૦૬/ર૦૨૦ સુધી કરી શકાશે. ઓનલાઇન સિવાય અન્યન કોઇ અરજી સ્વીકારવામાં આવશે નહી. તેમ જિલ્લાા શિક્ષણાધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.