જામનગર મોર્નિંગ - જામનગર  
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાટીયા પાસેથી બે શખ્સને એસઓજીએ ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી કરવા માટે ખંભાળિયા પોલીસને સોંપી દીધા હતા. 
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજીને ખાનગી રાહે બાતમી મળતા ગંગાજમુના હોટલ, ભાણવડ પાટીયા પાસે વોચ ગોઠવી ઉભા હોય ત્યારે ત્યાંથી રાજશી ઉર્ફે ભુરીયો નથુભાઈ ધવલ અને ગુલાબભાઈ કેશુભાઈ રાઠોડ (રહે, બંને શેઢા ભાડથર) નામના શખ્સને જીજે 10 એએ 2260 નંબરની  મોટરસાયકલ લઈ પસાર થતા તેને રોકી પુછપરછ હાથ ધરતા મોટરસાયકલના દસ્તાવેજ હાજર ન હોય અને શંકાના આધારે વધુ પુછપરછ માટે ખંભાળિયા પોલીસને સોંપતા આ મોટરસાયકલ તેઓએ ચોરી કર્યું હોય તેવી કબૂલાત આપતા બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
આ કાર્યવાહી દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન મુજબ એસઓજીના પીઆઈ જે.એમ. પટેલ, પીએસઆઈ એચ.ડી. હિંગરોજા, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.