જામનગર મોર્નિંગ - જામનગર 
આજરોજ ફેકટરી એસોસીએશન દ્વારા કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ૧૧,૦૦,૦૦૦ (અંકે રૂ. ૧૧ લાખ)નું અનુદાન અર્પણ કરાયું હતું.અગાઉ ગઇકાલે પણ ફેકટરી એસોસિએશન દ્વારા સાંસદશ્રી પૂનમબેન માડમને ૧૧,૦૦,૦૦૦નું અનુદાન આપવા પ્રધાનમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યા હતા.