જામનગર મોર્નિંગ - દ્વારકા 
ભારત સરકારના તા.૧૮/૫/૨૦૨૦ની અસરથી તા.૩૧/૫/૨૦૨૦ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની મુદતમાં વધારો જાહેર કરેલ છે અને આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તા.૧૯/૫/૨૦૨૦ થી ૩૧/૫/૨૦૨૦ સુધી વધારવામાં આવેલ છે અને લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો જારી કરેલ છે. જે ગાઈડલાઇનની વિગતે અને ગુજરાત સરકારના જાહેરનામા અન્વયે જરૂરી તકેદારીના પગલા લેવા જરૂરી જણાય છે. જેથી ડો.નરેન્‍દ્રકુમાર મીના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ની રૂએ તેમને મળેલ અધિકારીની રૂએ ફરમાવેલ છે કે, જિલ્‍લામાં મંજુરી વગર જાહેર સ્‍થળોએ ચ કરતા વધારે વ્‍યક્તિઓ ભેગા થઇ શકશે નહી. તમામ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરી પ્રતિબંધ રહેશે. સિવાય કે મેડીકલ સેવાઓ. એર એમ્બ્યુલન્સ તથા સલામતી હેતુ માટે અથવા ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પરવાનગીના હેતુ માટે. તમામ શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થાઓ/તાલીમ/કોચિંગ કલાસ ઉપર પ્રતિબંધ રહેશે. તેમ છતાં ઓનલાઇન તેમજ ડિસ્ટન્સ લર્નીગને અનુમતિ રહેશે. હોટલ, રેસ્ટોરેન્ટ અને આતિથ્ય સેવા ઉપર પ્રતિબંધ રહેશે. સિવાય કે તેનો ઉપયોગ આરોગ્ય/પોલીસ/સરકારી અધિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ/પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલ લોકો તથા કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલ લોકો માટે હોય અને બસ ડેપો, રેલવે સ્ટેશનો, ઉપર ચાલતી કેન્ટીનો. તમામ સિનેમાગૃહો શોપીંગ મોલ, અને તેમા આવેલી દુકાનો, વ્‍યવાયામ શાળાઓ સ્વીમીંગ પુલ, વોટરપાર્ક મનોરંજનગૃહો, નાટયગૃહો, બાર અને સભાગૃહો, સભાખંડો,
આર્કોલોજીકલ સાઇટસ, બીચ અને આવા તમામ પ્રકારના પ્રવાસન/ જાહેર સ્‍થળો બંધ રહેશે પરંતુ રમત ગમત સંકુલો અને સ્ટેડિયમ દર્શકો વિના ખુલ્લું રાખી શકાશે. તમામ સામાજિક / રાજકીય / મનોરંજન / શૈક્ષણિક / સાંસ્કૃતિક / ધાર્મિક કાર્યક્રમો / અન્ય મેળાવડાઓ ઉપર પ્રતિબંધ રહેશે. સીટી બસ કે ખાનગી બસ સર્વિસ પ્રતિબંધિત રહેશે. શાકભાજીનું વેચાણ કરતા ફેરીયા સિવાય તમામ ફેરીયાઓને પરવાનગી રહેશે નહી. ૬૫ વર્ષથી .પરના વ્યક્તિઓ, બિમાર વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોએ આવશ્યક જરૂરીયાત મેળવવા તથા તબીબી કારણો સિવાય ઘરની બહાર નિકળવાનું રહેશે નહી. કોઇપણ વ્યક્તિ / સંસ્‍થા કોરોના વાયરસ અંગેની કોઇ પણ પ્રકારની અફવા પ્રિન્‍ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તો ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્‍ધ કાર્યવાહી કરવામાં આવશે.
આવશ્યક સેવાઓ અને મેડીકલ સેવાઓ સિવાય સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબધિત રહેશે. (કરફયુ).
કન્ટેનમેન્ટ ઝોનમાં સમગ્ર જિલ્લામાં જાહેર થયેલ કે હવે પછી જાહેર થનાર કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વેચાણની પરવાનગી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનથી બહાર અવર-જવર કરી શકશે નહીં. નિર્ધારિત નિયંત્રણ સાથે કન્ટેનમેન્ટ ઝોન બહાર પ્રવૃતિઓ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. ઔદ્યોગિક એકમોએ કામદારોની અવર-જવર સાંજે ૭ વાગ્યથી સવારે ૭ વાગ્યા દરમિયાન ન થાય તે રીતે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે. શહેરી
વિસ્‍તારમાં આવેલ તમામ મેનુફેકચરીંગ એકટીવીટી કન્‍ટેનમેન્‍ટ ઝોન સિવાય ભારત સરકારની એસ.ઓ.પી. અને ઉદ્યોગ વિભાગની વખતોવખતની સુચના અનુસાર ચાલુ રાખી શકાશે. મેડીકલ આરોગ્‍ય સેવા સાથે સંકળાયેલ દુકાનો ૨૪ કલાક ચાલુ રાખી શકાશે. દુધની ડેરીઓ/મંડળીઓ તમામ વિસ્‍તારમાં સવારે ૭ થી સાંજના ૮ સુધી તથ શાકભાજી /ફળફળાદીની લારીઓ સવારે ૮ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. માર્કેટ એરીયા/ શોપીંગ કેમ્‍પલેક્ષમાં દુકાનો મિલ્કતના ઓડ અને ઈવન નંબર પ્રમાણે ઓડ અને ઈવન તારીખે વારાફરતી ખોલી શકશે (એટલે કે એકી સંખ્યામાં આવતી દુકાનો એકી તારીખે તથા બેકી સંખ્યામાં આવતી દુકાનો બેકી તારીખે.) દુકાનો સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકશે. એક કરતાં વધુ મિલ્કત નંબર ધરાવતી દુકાનો એકી (ઓડ) તારીખ ખુલી રાખવાની રહેશે . માર્કેટ એરીયા/ શોપીંગ કોમ્‍પલેક્ષ સિવાયના વિસ્‍તારમાં એકલ દુકાનો અને આજુ બાજુ આવેલ દુકાનો દરરોજ સવારના ૮ થી સાંજના ૪ સુધી ખુલી રાશી શકાશે. ઉકત તમામ દુકાનો માટે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ/ નગરપાલીકા / પંચાયતોએ જરૂરી નિયમન કરાવવાનું રહેશે. કોઇપણ દુકાનમાં પાંચ કરતા વધારે ગ્રાહકો એકી સાથે હાજર રહી શકશે નહી. કન્ટેનમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજુરી રહેશે પરંતુ માત્ર Take away ની મંજુરી રહેશે. ખાણી-પીણીની લારી ઉપરથી માત્ર પાર્સલ (Take away) ની મંજુરી આપવામાં આવે છે. વાળંદની દુકાનો, બ્યુટીપાર્લર, સલુન સામાજિક અંતરનું પાલન કરવાની શરતે
શરૂ કરી શકાશે. ૬૦ ટકા કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે. ગુજરાત રાજય પરિવહનની બસો રાજય સરકારની સૂચના અનુસાર કાર્યરત રહેશે. ટેક્ષી, કેબ, ઓટોરીક્ષાની અવર-જવર એક ડ્રાઇવર અને માત્ર બે પેસેન્જર સાથે કરી શકાશે. ફોર વ્હીલરમાં જે તે વાહનમાં ડ્રાઇવર+૨ પેસેન્જર તથા ટુ વ્હીલરમાં એક જ વ્યકિત અવર-જવર કરી શકશે. શહેરી વિસ્તારમાં હદ બહાર રોડ સાઈડ ઉપરના ઢાબા ચાલુ રાખી શકાશે. તમામ રીપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે. ૩૩ ટકા કેપેસીટી સાથે પ્રાઇવેટ ઓફિસીસ કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે. ઉપર પ્રતિબંધિત કરવામાં આવેલી હોય એ સિવાયની તમામ પ્રવૃતિઓને પરવાનગી આપવામાં આવે છે, ૧૭મી મે-૨૦૨૦ સુધીના લોકડાઉન દરમ્યાન જે પ્રવૃતિઓની પરવાનગી આપવામાં આવી છે તે માટેનવી કે અલગ પરવાનગી લેવાની રહેશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ જારી કરવામાં આવેલા છે તે તમામનું પાલન કરવાનું રહેશે. કોવીડ-૧૯ના વ્યવસ્થાપન માટેની સૂચનાઓઃ- તમામ જાહેર સ્થળોએ મોઢું ઢકાય તેમ માસ્ક/કાપડ પહેરવું ફરજીયાત છે અન્યથા રૂ.૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવશે. જાહેર સ્થળો અને કામકાજના સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ છે. તેમ છતાં કોઇપણ વ્યકિત જાહેરમાં થૂંકતો જણાશે તો તે બદલ અન્યથા રૂ.૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવશે. જાહેર સ્થળો તેમજ પરિવહનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની માર્ગદર્શિકાઓ અનુસાર સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. લગ્ન પ્રસંગોએ થતાં સમારંભોમાં સામાજિક અંતરનું ચુસ્તપણે અમલ કરવાનું રહેશે તથા મહેમાનોની સંખ્યા ૫૦ થી વધવી જોઇએ નહીં. (ઈન્સીડન્ટ કમાન્ડર અને મામલતદારની પરવાનગી મેળવવાની રહેશે.) અંતિમ સંસ્કાર/અંતિમ ક્રિયાને લગતા કાર્યક્રમમાં પણ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તથા ૨૦ થી વધુ વ્યકિતઓની અનુમતિ રહેશે નહીં. પાન, ગુટકા, તમાકુનું સેવન જાહેર સ્થળોએ કરી શકાશે નહીં. દુકાનદારોએ ગ્રાહકો વચ્ચે
ઓછામાં ઓછું ૬ ફૂટ અંતર જળવાઇ રહે તેની ખાતરી કરવાની રહેશે અને પાંચથી વધુ ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી શકાશે નહીં.
કામકાજના સ્થળોએઃ- શકય હોય ત્યાં સુધી ધરેથી કામ કરવાની પધ્ધતિ અનુસરવાની રહેશે. કચેરીઓ, કામકાજ સ્થળો, દુકાનો, બજારો તથા ઔધોગિક અને વાણિજિયક સંસ્થાઓએ કામના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. તમામ પ્રવેશવાના તથા બહાર નિકળવાના પોઇન્ટ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રેનીંગ, હેન્ડ વોર અને સેનિટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે. માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમિત રીતે સેનિટાઈઝેશન કરાવવું જેમાં બે શિફટ વચ્ચે સેનિટાઇઝેશનનો પણ સમાવેશ થાય છે. તમામ કામકાજના સ્થળોએ માસ્ક/ફેસ કવર પહેરવું ફરજીયાત છે. તેમજ ફેર કવરનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો રહેશે. કામકાજના સ્થળોએ દરેક સંચાલકોએ કામદારો વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતર બાબતે ખાતરી કરવાની રહેશે અને બે પાળી વચ્ચે પુરતો સમય આપીને, તેમજ જમવાના સમય વચ્ચે સમયાંતર જાળવીને સામાજિક અંતર જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. મોટી સંખ્યામાં લોકોની હાજરી વાળી મીટીંગ મુલાકાત ટાળવાની રહેશે. કોવીડ-૧૯ મેનેજમેન્ટ માટેની રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર પરિશિષ્ટ-૧ મુજબની સૂચનાઓ ચુસ્ત અમલ કરવાનો રહેશે અને પરિશિષ્ટ- ૧ ના મુદ્રા નં.૪ મુજબ લગ્ન પ્રસંગોએ સમારંભ માટે સબંધિત ઈન્સિડન્ટ કમાન્ડાર અને મામલતદારની પૂર્વ પરવાનગી મેળવવાની
રહેશે. આ જાહેરનામાનો તા.૧૯/૫/૨૦૨૦ ૦૦.૦૦ વાગ્યાથી ૩૧/૫/૨૦૨૦ના ૨૪.૦૦ વાગ્યા સુધી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમલ કરવાનો રહેશે. લોકડાઉનના પગલા ઉલ્લંઘન બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ ની કલમ-૫૧ થી ૬૦ મુજબ દંઢ અને સજાને પાત્ર થશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અને ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અન્વયે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.