જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. 9 :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના આજુબાજુના જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલા નોવેલ કોરોના સંક્ર્મણ અને કોરોના પોઝિટિવ કેસ આવેલા વ્યક્તિની સંપર્ક હિસ્ટ્રી જોતા મોટા ભાગના વ્યક્તિ બહારના જીલ્લામાંથી અથવા બહારના રાજ્યમાંથી આવેલા હોય.  જે વાતને ધ્યાને લઈને સાવચેતી તકેદારીના પગલાં રૂપે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સરકારી કચેરી, બેંકમાં ફરજ બજાવતા અને આજુબાજુના જીલ્લામાંથી અપડાઉન કરતા વ્યક્તીનોને તા. 12/05/2020 થી અપડાઉન ના કરવા અને ફરજીયાત પણે હેડક્વાર્ટર ખાતે જ રોકાઈ જવા માટે કલેક્ટરશ્રી દેવભૂમિ દ્વારકાએ જાહેરનામું બહાર પાડીને સૂચના આપી છે. 

દેવભૂમિ દ્વારકા જીલ્લાની અલગ - અલગ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ / કર્મચારીઓને પોતાનો જરૂરી સામાન હેડ ક્વાટર્સ ખાતે લઇ આવવા માટે આગામી સોમવારનાં એક દિવસનો સમય અપાયો છે. મંગળવાર તા. 12-05-2020 થી ફરજીયાત પણે હેડક્વાર્ટર ખાતે જ રોકાઈ જવા અને અપડાઉન ના કરવા સૂચના અપાઈ છે.