જામનગર મોર્નિંગ - ભાણવડ - 23 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના નવાગામ ગામે સરકારી જમીનના કબ્જા બાબતે વિવાદ અને માથાકૂટમાં ધનજીભાઈ બગડા નામના યુવક વિવાદ બાદ ગુમ થયા છે ધનજીભાઈનું અપહરણ અથવા તો હત્યા કરાઈ હોવાની આશંકા તેમના પરિવાર જનો કરી રહ્યા છે.

દલિત સમાજ દ્વારા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાને અપાયેલ આવેદનમાં જણાવ્યા મુજબ ભાણવડના નવાગામમાં પ્રદીપ મનુભાઈ બગડાનો સરકારી જમીન પર કબ્જો હતો આ બાબતે શેઢા પાડોશી જીવણભાઈ પાડલીયા સાથે વિવાદ થયો હતો અને જીવણભાઈ પાડલીયાએ એમના ખેતરમાં કામ કરતા 11 જેટલાં મજૂરો દ્વારા તલવાર, લાકડીઓ સહિતના હથિયારો લઈને સરકારી જમીન વારીને કબ્જો કરનાર પ્રદીપ મનુભાઈ બગડા, મનુભાઈ દાનાભાઈ બગડા, ધનજી મનુભાઈ બગડા, દક્ષાબેન ધનજી બગડા પર હુમલો કર્યો હતો. હુમલામાં દલિત પરિવારના આ સભ્યોને ગંભીર ઈજાઓ થઇ હતી જેમાંથી પ્રદીપ મનુભાઈ બગડાને જામનગર જી.જી. હોસ્પીટલ દાખલ કરાયા હતાં. બનાવ બાદ ધનજીભાઈ તા.16-06-2020 થી ગુમ થયા છે. ગુમ થયેલ ધનજીભાઈની પરિવારના સભ્યોએ સગા વ્હાલા આજુબાજુ તમામ જગ્યાએ તપાસ કરવા છતાં કોઈ સગળ મળતા નથી પરિવારના સભ્યોને આશંકા છે કે ધનજીભાઈનું જમીન વિવાદ કરનાર શેઢાપાડોશી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અથવા તો હત્યાં કરવામાં આવી છે. જેથી પરિવારના સભ્યો અને જામનગર દલિત સમાજ દ્વારા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને ધનજીભાઈને તાત્કાલિક જીવતો શોધી લાવીને પરિવાર સમક્ષ હાજર કરવા માટે સરકાર સમક્ષ વિંનતી પૂર્વક રજૂઆત કરી છે.