જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર-જિલ્લામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે,  જેથી કરીને સમગ્ર જામનગરમાં ભયનો માહોલ છે, ત્યારે જામનગરના તંત્ર દ્વારા પોઝીટીવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી, લોકલ સંક્ર્મણ છે કે કેમ?, દર્દીનું નામ, દર્દીનું એડ્રેસ, દર્દીને શું લક્ષણ હતા તે જણાવવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ છે કે પછી તંત્ર  અધૂરી કામગીરી કરીને વિગત પુરી મેળવી નથી શકતી.
તંત્ર દ્વારા આપવામાં આવતા એરીયાના નામમાં પણ અવાર-નવાર ગોટાળા કરે છે, જયારે ખાલી એરીયાના નામ બતાવી બીજી એકપણ વિગત ન આપતા પુરા એરીયામાં અફરા-તફરીનો માહોલ ફેલાઈ જાય છે અને ખોટી અફવાઓ ફેલાઈ જાય છે. હમણાં જ રાત્રે દિ.પ્લોટ વિસ્તારમાં એક કેસ પોઝીટીવ આવ્યો છે બસ એટલું જણાવી તંત્ર તેની કામગીરી કરવા લાગ્યું હતું, જયારે દિ. પ્લોટમાં એક નંબરથી 60 ઉપર શેરીઓ છે હવે આ કેસ ક્યાંનો સમજવો તે જનતાએ ગોતવાનું અને સાવચેતી રાખવાની તેવું થયું.       
જયારે દ્વારકાના તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ કેસ આવનારની સંપૂર્ણ વિગત આપવામાં આવે છે જેનાથી ભયનું માહોલ ન ફેલાઈ અને આજુ-બાજુના લોકોને સાવચેતી રાખવાની જલ્દીથી જાણ થાય છે, જોઈએ હવે જામનગરનું તંત્ર દ્વારકાના તંત્ર પાસેથી થોડું શીખીને જામનગર વાસીઓને સંપૂર્ણ માહિતી ક્યારે પહોંચાડે છે કે પછી આ જ રીતે એરીયાના નામથી ચાલતું રહેશે.