૨૪કલાક જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત: કોઇપણ અઘટિત બનાવ બને તો કંટ્રોલ રૂમ પર જાણ કરવા જનતાને અપીલ 
જામનગર મોર્નિંગ - જામનગર 
હાલ વાવાઝોડાની ઉદ્ભવેલ પરિસ્થિતિના અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયામાંથી પરત આવવા તથા માછીમારોને બોટ લઈ દરિયામાં ન જાય તેની તકેદારી રાખવા તેમજ અગરિયાઓને દરિયાથી દૂર રહેવા જણાવવામાં આવે છે. 
આ ઉપરાંત વાવાઝોડા અનુસંધાને ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવામાં આવેલ છે, કોઈ અઘટીત બનાવ બને તો લોકોને જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમ ૦૨૮૮-૨૫૫૩૪૦૪ તથા ટોલ ફ્રી નં.૧૦૭૭ પર જાણ કરવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.