પોલીસ કર્મચારીનો છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત
જામનગર મોર્નિંગ - જામનગર 
શહેરના રણજીત સાગર રોડ પર પ્રૌઢનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે પોલીસ કર્મચારીનું છાતીમાં દુ;ખાવો ઉપડતા મુર્ત્યું નીપજ્યું છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલ મયૂરગ્રીન શેરી ન.3 વિસ્તારમાં રહેતા શારદાબેન રમેશભાઈ જીવ (ઉ.વ. 55) નામની પ્રૌઢા ગત ગુરુવારના રોજ કોઈ પણ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન શનિવારે તેઓનું મૃત્યુ નિપજતા તેમના પતિ રમેશ મનસુખભાઇ જીવાએ સીટી એ ડિવિઝનમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જયારે શહેરના પોલીસ હેડ ક્વાર્ટર બ્લોક ન.બી/8 રૂમ ન.112 માં રહેતા પ્રો.હે.કો.કાલીદાશ બાબુલાલ જોગયાણી (ઉ.વ.55) નામના કર્મચારીનું અચાનક છાતીમાં દુ;ખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું હતું. જેની જાણ ભરતભાઈ બાબુભાઇ જોગયાણી એ સીટી બી માં કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.