ભેંસોને ચરાવવા માટે ગયેલા એક ખેડૂતનું પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી કરૂણ મૃત્યુ
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈકાલે કરૂણાજનક કિસ્સો બન્યો છે. લૈયારા ની સીમ વિસ્તારમાં ભેંસો ચરાવવા માટે ગયેલા એક ખેડૂતનું અકસ્માતે પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ માં રહેતા અને ખેતીકામ કરતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉમર વર્ષ ૫૦) કે જેઓ ગઈ કાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં પોતાની ભેંસોને લઇને સીમ વિસ્તારમાં ચરાવવા માટે ગયા હતા, જ્યાં પાણી ભરેલા મોટા ખાડામાં તેઓ અકસ્માતે પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
 આ બનાવ અંગે મૃતક ના મોટાભાઈ કરણસિંહ પ્રતાપસિંહ જાડેજા એ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.