રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયો: દશેક કરોડનો વહીવટ કર્યાનું ખુલ્યું: જયેશ પટેલ ગેંગના ફંડીગનો વહીવટ કરતો હતો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં વેપારીઓ-બિલ્ડરો, લોકોની કરોડોની કિંમતની જમીનો પચાવી પાડવાના ગુનામાં પકડાયેલ અનિલ દિનેશભાઇ ડાંગરિયાને જામનગરમાં તપાસનીશ અધિકારી નીતીશ પાંડેએ આરોપીને 25 દિવસની રિમાન્ડ માંગણી સાથે રાજકોટની ગુજસીટોક કોર્ટમાં સ્પેશ્ય જજ શ્રી કે.ડી. દવેની કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેમના 20 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 

મળતી વિગત મુજબ જામનગરના બહુચર્ચિત ગુજસીટોક કાયદાના મુખ્ય સુત્રધાર જયેશ પટેલ ગેંગ દ્વારા વેપારીઓ-બિલ્ડરોને ધાક-ધમકી આપીને તેઓની કરોડોની કિંમતની જમીનો પચાવી પાડતા કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.

ઉપરોક્ત તમામ આરોપીઓની રિમાન્ડ બાદ કોર્ટે જેલહવાલે કર્યા હતા, હાલમાં વધુ તપાસ દરમ્યાન આરોપી અનિલ દિનેશભાઇ ડાંગરિયાનું મોટી રકમનો વહીવટ કરવામાં નામ ખુલતા પોલીસે ધરપકડ કરીને આજે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં 25 દિવસની રિમાન્ડ માંગણી સાથે રજૂ કરેલ હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુખ્ય હાલના આરોપી અનિલ ડાંગરિયા જયેશ પટેલ ગેંગના ફંડીગના પૈસાનો હિસાબ કિતાબ રાખતો હતો, અંદાજીત દશેક કરોડનો વહીવટ અનિલ ડાંગરિયા દ્વારા થયાનું બહાર આવેલ છે. 

તપાસ દરમ્યાન અન્ય સાહેદોના મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ લેવાયેલ નિવેદનો તેમજ કેટલાક સુરત સાહેદોએ આપેલ નિવેદનો બાદ આરોપી દ્વારા અંદાજીત સ=દશેક કરોડ જેવી મોટી રકમનો વહીવટ થયાનું બહાર આવ્યું છે. 

આજે તપાસનીસ અધિકારી નીતીશ પાંડેએ 25 દિવસની રિમાન્ડ માંગણી સાથે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યો હતો, સરકાર પક્ષ વતી સ્પેશ્યલ પી.પી. એસ.કે. વોરા અને આરોપી વતી એડવોકેટ જાગીરથસિંહ ડોડીયાના આસીસ્ટન્ટ એડવોકેટ હિમાંશુ પારેખ દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી, સુનાવણી પુરી થયા બાદ કોર્ટ રિમાન્ડ અંગેનો ચુકાદો આપતા 20 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.