જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.31 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આજ રોજ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મીઓ , હોમગાર્ડના જવાનો , રેવન્યુ વિભાગના કર્મચારીઓ અને તલાટી , શિક્ષક સહિતના કર્મચારીઓને કોરોનાની વેક્સીનેશન આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં સૌપ્રથમ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કોરોનાની વેક્સીન લઈ અને અન્ય કર્મચારીઓ પણ આ વેક્સીન લે તે રીતે આજ રોજ જીલ્લાના 12 અલગ અલગ સ્થળો પર વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ખંભાળીયાના ડી.વાય.એસપી ,ખંભાળીયા પીઆઇ , એસઓજીના પીઆઇ સહિતના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ એ આજ રોજ વેક્સીન લીધી હતી જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં વેક્સીનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને અંદાજિત 2300 જેટલાં અધિકારી અને કર્મચારીઓને વેક્સીન આજે આપવામાં આવી છે.