જામનગર મોર્નિંગ - ભાણવડ : દેવભૂમિ દ્વારકાનો ભાણવડ વિસ્તાર એટલે પ્રકૃતિથી ભરપૂર વિસ્તાર એક બાજુ બરડો ડુંગર અને એક બાજુ આલેચ વિસ્તાર જોવાથી અહીં વન્ય જીવોની અવર જવર સતત રહેતી હોય છે. ભાણવડમાં વીતેલા ત્રણ દિવસમાં માનવ વસાહત ધરાવતા વિસ્તારમાં આવી ચડેલા ત્રણ અજગરને ભાણવડના એનિમલ લવર્સ ગૃપએ રેસ્ક્યુ કરીને સલામત રીતે વિહરતા મુક્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એનિમલ લવર્સ ગૃપ ભાણવડ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પશુ, પક્ષી, સરી સૃપ જીવોની સારવાર સેવા અને રેસ્ક્યુની કામગીરી વિનામૂલ્યે કરી રહ્યું છે.