• દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ગત સાંજે આધેડ મહિલાની હત્યા થયેલ જેમાં મરણ જનાર જયાબેન આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિઓ અંગે પોલીસમાં ફરિયાદ કરશે તેવું જણાવતા તેમણે તે અંગેનું મનદુઃખ ખાર રાખીને જયાબેનનેજ પતાવી દેવાનું કાવતરું રચીને મોતને ઘાટ ઉતારેલ.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા .૦૨ :  ગઇકાલ તા.01-02-2021 ના રોજ કલ્યાણપુરમાં બાલવી માતાજીના મંદીર પાસે રહેતા જટાશંકરભાઇ વેલજીભાઇ ભોગાયતાના રહેણાંક મકાનથી બાજુમાં થોડે દુર આવેલ ખંઢેરમાંથી તેના પત્ની જયાબેન ઉ. વ.65 વાળાના માથામાં પત્થરના ( બોથડ પદાર્થ ) થી ક્રૂરતાપુર્વક હત્યા નીપજાવેલનો અરેરાટી ભર્યો બનાવ બનેલ હતો . આ બનાવની જાણ થતા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા તથા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી જે . એમ . ચાવડા તથા સર્કલ પોલીસ ઇન્સ.શ્રી પી.બી. ગઢવી તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ . શ્રી એ.ડી.પરમાર , સાયબર સેલના પો.સ.ઇ.શ્રી પી.સી. શીગરખીયા તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એફ.બી.ગગનીયા તથા પો.સ.ઇ.શ્રી જોષી ભાટીયા આઉટ પોસ્ટ તથા પો.સ.ઇ.શ્રી ગોઢાણીયા રાવલ આઉટ પોસ્ટ તથા એલ.સી.બી. , એસ.ઓ.જી. સ્થાનીક પોલીસનો સ્ટાફ માણસો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયેલ અને બનાવ વિશે માહીતી મેળવતા પ્રથમ કોઇ ફળદાયક માહીતી મળેલ નહીં . જેથી પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જોષી નાઓએ તમામની અલગ અલગ આઠ ટીમો બનાવી તપાસનો જુદી જુદી દિશામાં દોર ચાલુ કરેલ દરમીયાન આ ખંઢેરમાં દારૂ પીવાની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોય જેથી આ ખંઢેરમાં આવી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમોમાં સોનુ તથા માલો ઉર્ફે માઇકલ તથા ફીરોજ ઉર્ફે ટીનો તથા અજીત મહારાજ વિગેરે અસામાજિક પ્રવૃતિ કરતા તત્વોના નામો સામે આવેલ જેથી આ તમામ ઇસમોની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ ચાલુ કરેલ તથા ડોગ સ્કોડ સાથે એક ટીમને રવાના કરીને હત્યા કરી નાશી જનાર ઇસમોના પગેરૂ દબાવવાનો સઘન પ્રયાસ હાથ ધરવામાં આવેલ જે દરમીયાનમાં પોલીસ ડોગ ટ્રેકીંગ કરતા કરતા ઉપરોકત નામવાળા પૈકી સોનુના ઘરે પાસે થઇને સ્મશાન - કબ્રસ્તાન તરફ રવાના થયેલ . તાત્કાલીક ટીમ દ્વારા સોનું નામના ઇસમની શોધખોળ કરતા સોનું મળી આવતા યુકિત પ્રયુકિત અને આગવી ઢબે ( ૧ ) સોનુ બ્રીજેશસિંગ રાજપુત ઉ.વ -૨૩ રહે . હાલ કલ્યાણપુર મુળ રહે હુશેનપુરા તા . ફતીયાબાદ જી.આગ્રા યુ.પી.ની પુછપરછ કરતા જાણવા મળેલ કે , સોનું અને ફીરોજ આમદભાઇ બ્લોચ અને તેની સાથેના અન્યો ઉપર જણાવેલ નામવાળાઓ આ ખંઢેરમાં છાની છુપી રીતે દારૂ પીતા હોવાની વિગત જણાવેલ જેમાં ગત તા .૧/ ૦૨/૨૧ ના રોજ બપોરના સુમારે ઉપરોકત પૈકીના સોનું , માલો ઉર્ફે માઇકલ તથા અજીત મહારાજ ત્રણેય જણાઓ ખંઢેર વાળા પડતર મકાનમાં દારૂ પીવા પ્રવૃતિ માટે ભેગા થયેલ દરમિયાનમાં મરણ જનાર જયાબેન ખંઢેરમાં પહોચી જઇને આ કોઇની માલીકનું મકાન હોય અને દારૂ પીવાની પ્રવૃતિ કરવાની આકરા શબ્દોમાં ના પાડેલ અને પોલીસમાં ફરીયાદ કરવાનું જણાવેલ . ત્યારબાદ તમામ ઇસમો દારૂ પીધા વગર ખંઢેર - મકાનેથી ચાલ્યા ગયેલ . પરંતુ આ બનાવ બાબતે સોનું તથા માઇકલને મનમાં લાગી આવેલ તેમણે બંનએ પ્રોઢાનો નિકાલ કરવાનું નકકી કરેલ . ત્યારબાદ ગઇકાલ સાંજના ચારેક વાગ્યાના સુમારે સોનુ તથા ફીરોજ ઉર્ફે ટીનો આમદભાઇ બ્લોચ બંને ખંઢેરની પાસે તથા મરણજનાર જયાબેનના ઘરની બાજુમાં રહેતા બલબીરભાઇના રહેણાંક મકાન ચોરી કરવાના ઇરાદે આવેલ . બલબીરભાઇના મકાન પર મારેલ તાળુ તોડી ચોરી કરી રહેલ હતા . ત્યારે મકાનમાં રહેલ નાની હવા બારીમાંથી બંનેને ચોરી કરતા મરણ જનાર જયાબેન જોઇ જતા તેણે તેના પડોશમાં રહેતા સોનુને પડકારીને કહેલ કે , તમે બીરબલભાઇની ગેરહાજરીમાં તેના મકાનમાં ઘુસી ગયેલ છો . અને જો ચોરીની ફરીયાદ થશે તો હું તમને પોલીસમાં પકડાવી દઇશ તેમ આકરા શબ્દોમાં ઠપકો આપતા બન્ને ત્યાંથી નીકળી ગયેલ . અગાઉ સોનુએ મરણ જનાર જયાબેન પાસેથી રૂ . ૧૦,૦૦૦/ - અઠવાડીયા માટે ઉછીના લીધેલ પરંતુ સોનુએ આ પૈસા સમયસર પરત કરેલ ન હોય બપોરએ ખંઢેરમાંથી તમામને રવાના કરેલ ત્યારે જણાવેલ કે સોનુ ને બીજા ખર્ચ કરવા પૈસા મળે છે . મારા પૈસા પરત આપતો નથી . જેથી મરણ જનારએ પોલીસમાં રજુઆત કરશે . જેથી મરણ જનારની પોલીસમાં પકડાવી દેવાની તમામ વાતનું મનદુઃખ રાખી સોનું એ માલો ઉર્ફે માઇકલ સાથે વૃધ્ધા જયાબેનને ધરે ચોરી કરવાના ઇરાદે ઘુસી જઇને તેણીને મારી નાખીને ઘરમાંથી મળી આવતી મોટી રકમની ચોરી બંનએ સરખા ભાગ વહેચી લેવાનું નકકી કરેલ . બંને સાડા પાંચ વાગ્યાના સુમારે જયાબેનના ઘર પાસે પહોચેલ અને માલો ઉર્ફે માઇકલ ગલીમાં ધ્યાન રાખવા ઉભેલ તથા સોનું જયાબેનના કમ્પાઉન્ડવોલના જાપાનું તાળુ તોડી ફળીયામાં અંદર જતો રહેલ અને જાપો અંદરથી બંધ કરી દીધેલ અને જયાબેનના ઘરનું તાળુ તોડી ચોરી કરવા માટે ઘુસવા માટે પ્રયત્ન કરતા જયાબેન આવી જતા જયાબેનએ પોતાનો જાપો અંદરથી બંધ જોતા બીજી તરફથી ફળીયામાં કોણે છે તે જોવા પ્રયત્ન કરેલ દરમીયાનમાં સોનું દીવાલ કુદીને બહાર આવતા જયાબેન સોનું ને જોઈ ગયેલ અને રકઝક થતા સોનું એ તેના ડાબા હાથેથી જયાબેનનું ગળું પકડી લીધેલ અને જમણા હાથે પાસે પડેલ મોટો પત્થર ઉપાડી જયાબેનના માથામાં કપાળના ભાગે જોરથી મારીને ઇજા કરેલ ત્યારબાદ નજીકમાંથી માલો ઉર્ફે માઇકલ આવી ગયેલ બંનેએ જયાબેનને માથામાં પત્થરના ઘા મારેલ બાદમાં જયાબેન પડી જતા તેને ઉપાડી- ઢસડીને ખંઢેરની અંદર લઇ ગયેલ અને જયાબેનનું મૃત્યુ નિપજે ત્યાં સુધી પથરના ઘા મારી કૃરતા પૂર્વક હત્યા કરી અલગ અલગ દિશામાં નાશી ગયેલ. નાશી જતી વખતે સોનુએ પ્રોઢા ખરીદી કરીને લાવેલ સરસામાનની બોરી ખંઢેરની પાછળ છુપાવી નાશી ગયેલ હોવાની કેફીયત આપેલ ત્યારબાદ શોધખોળ દરમીયાન ( ર ) માલો ઉર્ફે માઇકલ ખીમાભાઇ રાઠોડ ઉ.વ ૨૨ રહે.કબીરનગર કલ્યાણપુર વાળા પણ મળી આવતા તેને રાઉન્ડ અપ કરી ઉપર મુજબની કેફીયત આપેલ . કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.ન .૦૧૦૫ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ -૩૦ ર , ૧૧૪ મુજબના ગુનાના કામે હસ્તગત કરેલ અને હાલમાં કોરોના વાયરસ સંક્ર્મણ અંગે કોવીડ -૧૯ની ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે . આ બનાવમાં બલબીરભાઇના મકાને સોનું અને ફીરોજ ઉર્ફે ટીનાએ ચોરી કરેલ તે બાબતે ચોરીની પણ અલગથી ફરીયાદ દાખલ કરી તપાસ દોર ચાલુ છે . આ કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોશી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા તથા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એમ.ચાવડા તથા સર્કલ પોલીસ ઇન્સ.શ્રી પી.બી. ગઢવી તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ શ્રી એ.ડી.પરમાર , સાયબર સેલના પો.સ.ઇ.શ્રી પી.સી. શીગરખીયા તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી એફ.બી.ગગનીયા તથા પો.સ.ઇ.શ્રી જોષી ભાટીયા આઉટ પોસ્ટ તથા પો.સ.ઇ.શ્રી ગોઢાણીયા રાવલ આઉટર પોસ્ટ તથા એલ.સી.બી. , એસ.ઓ.જી. સ્થાનીક પોલીસનો સ્ટાફ માણસો દ્રારા કરવામાં આવેલ.