- લોખંડ ના ભંગાર અને રોકડ રકમ સાથે એક તસ્કર પકડાયો: ચોરીમાં ઉપયોગમાં લીધેલી રિક્ષા કબજે
જામનગર મોર્નિંગ - જામનગર ૧૯, જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક લોખંડ ની દુકાન તેમજ એક ઓફિસમાં બે દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને લોખંડ ના સામાન તથા રોકડ સાથે એક તસ્કરને પકડી પાડયો છે. ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક રીક્ષા પણ પોલીસે કબજે કરી છે.
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક ક્રિષ્ના વેબ્રિજ ની બાજુમાં આવેલી ભાનુશાળી લોખંડવાલા નામની દુકાનના શટર ઉચકાવી બે દિવસ પહેલા કોઈ તસ્કર લોખંડના માલ સામાનની ચોરી કરી ગયો હતો, જ્યારે બાજુમાં જ આવેલી એક ઓફિસમાં પણ બે હજારની રોકડ રકમની ચોરી થઈ હતી.
જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને જામનગરમાં રાજ સોસાયટી શેરી નાં -૫ માં રહેતા શાહનવાઝ સબીરભાઈ શાહમદાર નામના એક રિક્ષા ચાલક શખ્સ ને પકડી પાડયો છે.
જેના કબ્જામાંથી ચોરાઉ લોખંડનો માલસામાન, ૨,૦૦૦ ની રકમ તેમજ એક રિક્ષા કબજે કરી છે. પોલીસની પુછપરછ દરમ્યાન તેણે બે દિવસ પહેલા બંને સ્થળેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જે ચોરાઉ લોખંડનો માલસામાન વેચવાની પેરવી કરવા જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેની વધુ પુછપરછ ચલાવાઈ રહી છે.
0 Comments
Post a Comment